નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) માં એક મસ્જિદની છત પરથી 10 વર્ષના માસૂમ બાળકનો મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો છે. કહેવાય છે કે આ બાળક મસ્જિદ (Masjid)  જવા માટે પોતાના ઘરેથી નીકળ્યો હતો. પરંતુ ત્યારબાદ તે ગૂમ થઈ ગયો. દિલ્હી પોલીસે માસૂમની હત્યાના મામલે બે સગીરની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાં મુજબ આરોપી માસૂમને કિડનેપ કરીને તેના માતા પિતા પાસે ખંડણી માંગવા માંગતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Blackout in Pakistan: પાકિસ્તાનમાં વીજળી ડૂલ, ઈસ્લામાબાદ અને કરાચી સહિત અનેક શહેરો અંધારામાં ડૂબ્યા


મસ્જિદના બીજા માળેથી મળ્યો મૃતદેહ
નોંધનીય છે કે ગુરુવારે સાંજે જ્યારે ઘણો સમય વીતી ગયા બાદ માસૂમ પોતાના ઘરે પાછો ન ફર્યો તો તેના પરિજનોએ બાળકની શોધ શરૂ કરી. ત્યારબાદ દિલ્હી પોલીસની પાસે બાળક ગૂમ થયો હોવાની ફરિયાદ નોંધાવી. ત્યારબાદ સર્ચ અભિયાન વખતે માસૂમનો મૃતદેહ શુક્રવારે મોડી રાતે મસ્જિદના બીજા માળેથી નિર્માણ સામગ્રી નીચેથી મળી આવ્યો. 


કોરોનાની રસીની આડઅસર!, રસી મૂકાવ્યા બાદ ડોક્ટરના પ્લેટલેટ્સની સંખ્યા ઝીરો થઈ ગઈ, આખરે મોત થયું


અભ્યાસ માટે મસ્જિદ ગયો હતો માસૂમ
અત્રે જણાવવાનું કે માસૂમ બાળક ગુરુવારે સાંજે દીનના અભ્યાસ માટે મસ્જિદ આવ્યો હતો. પછી જ્યારે ઘણો સમય વીતી ગયા છતાં તે ઘરે પાછો ન ફર્યો તો બાળકના પિતાએ મસ્જિદના મૌલવીને ફોન કર્યો. પરંતુ તેમને પણ આ અંગે કોઈ પણ જાણકારી હોવાની ના પાડી દીધી. જો કે બાદમાં ખબર પડી કે મૃતક બાળક છેલ્લે બે સગીર આરોપીઓ સાથે જોવા મળ્યો હતો. આ સગીરોની ઉંમર માત્ર 12 અને 17 વર્ષ છે. 


આરોપીઓએ ગુનો કબૂલ્યો
નોર્થ ઈસ્ટ દિલ્હીના ડીસીપી વેદ પ્રકાશ સૂર્યાએ કહ્યું કે પૂછપરછ બાદ બંને સગીરોએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેમણે જણાવ્યું કે તેઓ બાળકોના પિતા પાસેથી પૈસા કઢાવવા માંગતા હતા. આ માટેનો પ્લાન તેમણે 10 દિવસ પહેલા જ બનાવી લીધો હતો. 


પોલીસના જણાવ્યાં મુજબ આરોપીઓએ પહેલા બાળકને ઊંઘની ગોળીઓ ખવડાવી દીધી પરંતુ આમ છતાં બાળકને કઈ ન થયું. ત્યારબાદ અપહરણનો પ્લાન ફેલ થતા જોઈને તેઓ બાળકને મસ્જિદની છત પર લઈ ગયા અને તેમણે માસૂમનું ગળું દબાવી દીધુ. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube